મુકેશ અંબાણી ભગવાન બદ્રી વિશાલની વિશેષ પૂજામાં સામેલ થયા

અમદાવાદઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન બદ્રી વિશાલના વિશેષ દર્શન માટે બદ્રીનાથ ધામ પહોંચ્યા છે. તેમણે ભગવાન બદ્રી વિશાલની વિશેષ પ્રાર્થના કરી અને દેશની સમૃદ્ધિની કામના કરી. આ પછી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પણ કેદારનાથ ધામ જઈને પૂજા અર્ચના પણ કરશે. મહત્વનું છે કે ગત વર્ષે પણ આ વિશેષ પૂજા અર્ચનામાં તેઓ સામેલ થયા હતાં અને તેમણે બદ્રીનાથ ધામ અને કેદારનાથ ધામમાં 2.5 કરોડ રૂપિયા દાન સ્વરુપે આપ્યા હતા.

ભગવાન બદ્રી વિશાલના દર્શન દરમિયાન તેમણે વિશેષ પૂજામાં પણ ભાગ લીધો હતો. મુકેશ અંબાણીને ભગવાન બદ્રી વિશાલમાં અતૂટ શ્રદ્ધા છે. એટલા માટે તેઓ દર વર્ષે બદ્રીનાથની મુલાકાતે આવે છે. બદ્રીનાથ મંદિરના સભા મંડપમાં પહોંચ્યા બાદ મુકેશ અંબાણીએ એક સામાન્ય ભક્તની જેમ ભગવાન બદ્રી વિશાલના દર્શન કર્યા હતા અને મંદિરના ગર્ભગૃહમાં થોડો સમય ધ્યાન પણ કર્યું હતું.