મુકેશ અંબાણી ભારતના જ નહીં, એશિયાના સૌથી તવંગર વ્યક્તિ છે .વેલ્યુની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના તેઓ ચેર પર્સન છે. મુંબઈમાં એન્ટીલિયા જે તેમનું ઘર છે, તે દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંથી એક છે. વર્તમાનમાં તેમને અને પરિવારને z+ સુરક્ષા મળી છે. તેને લઈને સુપ્રીમ કોર્ટમાં PIL કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે આ PILને ફગાવી દઈ, જેમાં મુકેશ અંબાણી અને તેમના પરિવારને મળેલી Z+ સુરક્ષા પાછી લેવાની માગ કરવામાં આવી હતી. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, આ મામલો સરકારનો છે. એ નિર્ણય સરકારે કરવાનો છે કે, જેમાં ખતરાની શક્યતાઓના આધાર પર કોઈ નિર્ણય લેવામાં આવે છે.
હિમાંશુ અગ્રવાલે ડિસેમ્બર 2019માં આ સંબંધમાં મુંબઈ હાઈકોર્ટના ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરી હતી. જસ્ટિસ અશોક ભૂષણે આ અપીલને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે, આ મામલો સમગ્ર રીતે સ્ટેટનો છે.
મુંબઈ હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, જે લોકો ઉપર ખતરો છે, તે પોતાના ખર્ચે Z+ સુરક્ષાની માગ કરી શકે છે અને રાજ્ય સરકાર તે આપવા માટે બાધ્ય છે.
એ સમયે કોર્ટને જણાવાયું હતું કે, અંબાણી પરિવાર આ સુરક્ષા માટે સંપૂર્ણ ખર્ચ ઉઠાવવા માટે તૈયાર છે. તે પછી મુંબઈ પોલીસ કમિશનરની પાસે સુરક્ષા ન આપવાને લઈને કોઈ વિકલ્પ નથી બચતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, 2013માં મુકેશ અંબાણીને Z+ સિક્યોરિટી આપવાના મુદ્દાએ ઘણો ઉછળ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે તત્કાલીન મનમોહન સિંહ સરકારને દેશના સૌથી વ્યક્તિને ઝેડ પ્લસ સિક્યોરિટી આપવા પર જવાબ આપવા કહ્યું હતું.
કોર્ટે સરકારને પૂછ્યું હતું કે, આખરે અંબાણીને ઝેટ પ્લસ સિક્યોરિટી કેમ આપવામાં આવી? સુપ્રીમ કોર્ટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની સુરક્ષા પર સરકારના નિર્ણય પર કહ્યું કે, આવા વ્યક્તિઓને સુરક્ષા કેમ આપવામાં આવી રહી છે, કે જ્યારે સામાન્ય વ્યક્તિ પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યો છે.