એમએસ ધોનીએ મેદાનમાં ઉતરતા બનાવી મહા રેકોર્ડ બનાવ્યો, રોહિત-વિરાટ ઘણા પાછળ

નવીદિલ્હી,ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ ઈતિહાસ રચી દીધો છે. ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ આઈપીએલ-૨૦૨૩ની મેચમાં જ્યારે ધોની ટોસ માટે ઉતર્યો તો તેણે પહેલાં એક મોટો કીર્તિમાન હાસિલ કરી લીધો છે. ધોનીએ ટોસ જીત્યો અને રાજસ્થાનને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. રેકોર્ડ પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા પણ આ રેકોર્ડથી ખુબ દૂર છે.

ભારતને પોતાની આગેવાનીમાં બે વિશ્ર્વકપ ટ્રોફી અપાવનાર ધોનીએ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચમાં ટોસની સાથે એક મોટી સિદ્ધિ મેળવી છે. તે સીએસકે માટે ૨૦૦મી વખત કેપ્ટનશિપ કરવા ઉતર્યો. કોઈ એક ટીમ માટે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આટલી વધુ મેચમાં ટીમની કમાન સંભાળનાર ધોની એકમાત્ર ખેલાડી છે. તે આઈપીએલ ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ છે, જેના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ ચાર વખત ચેમ્પિયન બની છે.

૪૧ વર્ષના એમએસ ધોનીએ આઈપીએલમાં અત્યાર સુધી કુલ ૨૧૪ મેચ કેપ્ટન તરીકે રમી છે. તેણે ૨૦૦ વખત ચેન્નઈ સુપર કિંગ્સ માટે તો ૧૪ વખત રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ મ માટે ટીમની કમાન સંભાળી છે. આ બંનેને મળીને ધોનીએ ૮૭ મેચમાં જીત મેળવી છે. કેપ્ટન તરીકે તેની જીતની ટકાવારી ૫૮.૯૬ છે, જે અન્ય કેપ્ટનો કરતા વધુ છે. બીજા નંબર પર રોહિત શર્મા છે, જેની જીતની ટકાવારી ૫૬.૧૬ છે.

આઇપીએલમાં કેપ્ટનશિપના મામલે રોહિત શર્મા અને વિરાટ કોહલી ધોનીથી ઘણા પાછળ છે. રોહિત શર્માએ અત્યાર સુધી ૧૪૬ આઇપીએલ મેચોમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કપ્તાની સંભાળી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ૧૪૦ મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું, જેમાં ૬૪માં જીત અને ૬૯માં હાર થઈ હતી.