માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ લુણાવાડા મુકામે આવેલ કચેરીમાં તારીખ 22/09/1973 થી રોજમદાર મજુર તરીકે ફરજ બજાવતા ઉજ્માભાઈ બાબુભાઈ ડામોર કે જેઓને તેમની નોકરીના અરસા દરમિયાન સરકારશ્રીના તારીખ 17 /10/88ના પરિપત્ર મુજબના લાભો આપવામાં આવતા હતા. ત્યારબાદ સરકાર દ્વારા નિયત કરેલ નિવૃત્તિના નિયમો અન્વયે 60 વર્ષ પૂર્ણ થતા તારીખ 30/06/2013નારોજ અરજદારને નિવૃત્ત કરવામાં આવેલ પરંતુ નિવૃત્તિ સમય તેઓને કોઈ પેન્શન ગ્રેજ્યુટી રજાઓ તેમજ મળવા પાત્ર નિવૃત્તિના કોઈ લાભો ચૂકવવામાં આવેલ ન હતા.
જે બાબતે અરજદારે મકાન અને માર્ગ વિભાગના નાયબ કાર્યપાલક અને કાર્યપાલક સમક્ષ વારંવાર નિવૃત્તિના લાભો મેળવવા માટે રજૂઆતો કરવા છતાં તેઓને કોઈ પણ લાભો ચૂકવવામાં આવેલ ન હતા. દરમિયાન તા. 25/05/2021 નારોજ અરજદારનું અવસાન થઈ જેને લઇ તેમના વારસ પુત્ર રમેશભાઈ ડામોરે ગુજરાત સ્ટેટ્ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ ભોઈનો સંપર્ક કરી તેમના પિતાને થયેલ અન્યાય બાબતે રજૂઆત કરના ફેડરેશન દ્વારા સરકારશ્રીના લાગતા વળગતા અધિકારીઓને ગુજરનારના વારસપુત્રને નિવૃત્તિ પછીના અવસાન સુધીના તમામ તમામ લાભો આપવા બાબતે રીપ્રેઝન્ટેશન કરે પરંતુ સરકાર દ્વારા યોગ્ય પ્રત્યુતર ન મળતા ફેડરેશન દ્વારા એડવોકેટ દીપક આર. દવે મારફતે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન અરજી નંબ 718/21 દાખલ કરે એ કેસમાં પડેલા પુરાવા આધારિત બંને પક્ષારોના એડવોકેટની દલીલોને સાંભળી હાઇકોર્ટના ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવ દ્વારા તારીખ 17/02/2022 નારોજ અરજદારને નિવૃત્તિના તમામ લાભો ચૂકવવાનો આદેશ કરેલ જે આદેશથી નારાજ થઈ સરકારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એલપી નંબર 164/24 દાખલ કરે જે કેસ ચાલી જતા તારીખ 23/07/2024નારોજ ન્યાયમૂર્તિ એ.એસ.સુપૈયા તથા મોના એમ. ભટ્ટ દ્વારા એસી એનો હુકમ રાખવામાં આવતા ગુજરનારના વારસને લાંબા સમય બાદ નિવૃતના તમામ લાભો મળવાનો આદેશ થતાં મૃતકના પરિવારમાં આનંદની લાગણી વ્યાપી છે.