બિહારના સિગેરીયાવા ગામની બેંકમાં અચાનક જ કર્મચારીઓ નાસભાગ કરવા લાગ્યા હતા. આ ગામના પપ વર્ષના મહેશ યાદવનું મૃત્યુ થયુ પણ તે ગરીબ હતો અને અગ્નિસંસ્કારના પૈસા ન હતા ત્યાં તેનું બેન્ક ખાતુ હોવાનું જાણ થતા જ ગ્રામ્ય જનો ત્યાં પહોંચ્યા હતા.
અગ્નિસંસ્કાર માટે પૈસા ઉપાડવાની મંજૂરી આપી પરંતુ મૃતક વ્યકિતના ખાતામાં લેવડ દેવડ ન થઇ શકે તેવું જણાવીને બેંકે ખાતામાંથી નાણા ઉપાડવાની મંજૂર ન આપતા કેનેરા બેન્કની આ શાખામાં અચાનક જ ગ્રામ્યજનો મૃતકનું શબ લઇને પહોંચી ગયા હતા અને જ્યાં સુધી પૈસા ન મળે ત્યાં સુધી અગ્નિસંસ્કાર નહીં કરે તેવું જણાવતા બેંક મેનેજરે પોતાના ખિસ્સામાંથી 10 હજાર આપીને મામલો શાંત પાડયો હતો. બાદમાં ખબર પડી કે મૃતકના ખાતામાં એક લાખ જેવી મોટી રકમ પડી છે. પરંતુ તેમનો કોઇ વારસાદાર નથી તેમને કેવાયસી કર્યુ ન હતું.