મૃત વ્યક્તિ ઉપરના બળાત્કારને અપ્રાકૃતિક સંબંધ ગણી શકાય: કર્ણાટક હાઇકોર્ટ

  • મૃતદેહનો ઉલ્લેખ કરવો જોઈએ જેથી મૃતદેહની ગરિમા જાળવી શકાય.

બેંગ્લુરુ : કર્ણાટક હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આઈપીસી કલમ ૩૭૭ (અપ્રાકૃતિક સંબંધના કિસ્સામાં સજા)માં ૬ મહિનાની અંદર સુધારો કરવા જણાવ્યું છે, જેથી મૃત વ્યક્તિની ગરીમા જાળવી શકાય અને આ કલમ હેઠળ મૃતદેહો પર થતાં દુષકૃત્યને અટકાવવા કાર્યવાહી કરી શકાય.

જસ્ટિસ બી વીરપ્પાની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે તુમાકુરુને બળાત્કારના આરોપમાંથી નિર્દોષ જાહેર કરતી વખતે આ ચુકાદો આપ્યો હતો. જો કે તેની સામે હત્યાના આરોપમાં કોર્ટે તેની સજા યથાવત રાખી છે. બેન્ચે આપેલા આદેશમાં નોંયું હતું કે, ’હવે સમય આવી ગયો છે કે કેન્દ્ર સરકાર મૃતકના અધિકારની ગરિમા જાળવી રાખવા માટે આઈપીસીની કલમ ૩૭૭માં સુધારો કરતી વખતે મૃત પુરુષ,સ્ત્રી અથવા પ્રાણીનું શરીર શામેલ કરવાની જરૂરિયાત છે. અન્યથા આ અંગે અલગ કાયદાકીય જોગવાઈ દાખલ કરવી જોઈએ. ન્યુઝીલેન્ડ, યુકે, કેનેડા અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોએ નેક્રોફિલિયા (મૃતદેહ પ્રત્યે લૈંગિક આકર્ષણ ધરાવતી વ્યક્તિ) અથવા સેડિઝમ (અન્યને ટોર્ચર કરીને જાતીય આનંદ મેળવવો) અંગે કાયદા પસાર કર્યા છે. ત્યાં આજીવન કેદની સજાની જોગવાઈ હોવી જોઈએ અથવા ૧૦ વર્ષની જેલની સજા હોવી જોઈએ. ખંડપીઠે એમ પણ કહ્યું, જેની સાથે દોષિતો પર દંડ પણ લાદવો જોઈએ.

તુમાકુરુ જિલ્લાના રંગરાજુ ઉર્ફે વાજપેયીના કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ ટિપ્પણી કરી હતી. ૨૫ જૂન, ૨૦૧૫ના રોજ રંગરાજુ પર ૨૧ વર્ષની છોકરીના ગળામાં હથિયારના ઘા મારીને હત્યા કરવાનો અને પછી શરીર પર બળાત્કાર કરવાનો આરોપ હતો. ૯ ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ, તુમાકુરુ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે રંગરાજુને હત્યા અને બળાત્કારનો દોષી ઠેરવ્યો હતો. ૧૪ ઓગસ્ટે તેને હત્યા માટે આજીવન કેદ અને રૂ. ૫૦,૦૦૦ દંડ અને બળાત્કાર માટે ૧૦ વર્ષની જેલ અને રૂ. ૨૫,૦૦૦ દંડની સજા ફટકારવામાં આવી હતી.

રંગરાજુએ ચુકાદા સામે અપીલ કરતા કહ્યું કે ફરિયાદ એક અઠવાડિયાના વિલંબ પછી દાખલ કરવામાં આવી હતી અને ત્યાં કોઈ સાક્ષી ન હતા, ન તો હત્યાનો હેતુ સ્પષ્ટ હતો. તેમના મતે આઈપીસીની કલમ ૩૭૬ હેઠળ કોઈ આરોપ મુકવામાં આવ્યો નથી અને ટ્રાયલ કોર્ટ તેમને દોષિત ઠેરવવા યોગ્ય ન હતી.

હાઈકોર્ટે કહ્યું કે કલમ ૩૭૭ અકુદરતી સેક્સની વાત કરે છે પરંતુ તેમાં ડેડ બોડીનો સમાવેશ થતો નથી. આઈપીસીમાં એવી કોઈ જોગવાઈ નથી કે જેઓ મહિલાના મૃતદેહ સાથે શારીરિક સંબંધ બાંધે છે. તેથી, આ કેસ કલમ ૩૭૬ હેઠળ કરવામાં આવતો નથી. ખંડપીઠે કહ્યું કે સેશન્સ જજે ભૌતિક પાસાને ધ્યાનમાં લીધું નથી અને કલમ ૩૭૬ હેઠળ આરોપીઓને ખોટી રીતે દોષિત ઠેરવ્યા છે.

૩૦ મેના રોજ આપેલા આદેશમાં, બેન્ચે નોંધ્યું હતું કે, આ સમય આવી ગયો છે કે કેન્દ્ર સરકાર મૃતકના અધિકારની ગરિમા જાળવવા માટે આઈપીસીની કલમ ૩૭૭માં સુધારો કરીને મૃતકના મૃતદેહને સામેલ કરવો જોઈએ અન્યથા આ અંગે અલગ કાયદાકીય જોગવાઈ દાખલ કરવી જોઈએ.

ન્યુઝીલેન્ડ, યુકે, કેનેડા અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોએ નેક્રોફિલિયા (મૃતદેહ પ્રત્યે લૈંગિક આકર્ષણ ધરાવતી વ્યક્તિ) અથવા સેડિઝમ (અન્યને ત્રાસ આપીને જાતીય આનંદ મેળવવો) અંગે કાયદા પસાર કર્યા છે. ત્યાં આજીવન કેદની સજાની જોગવાઈ હોવી જોઈએ. અથવા ૧૦ વર્ષની જેલની સજાની જોગવાઈ હોવી જોઈએ.