
મુંબઇ : અભિનેત્રી મૃણાલ ઠાકુરને ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નના ૧૪મા સંસ્કરણમાં એડાયવર્સિટી ઇન સિનેમાએવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. આ એવોર્ડ ભારતીય સિનેમાની દુનિયામાં અલગ-અલગ ભૂમિકાઓ અને ભાષાઓમાં પરફોર્મસનું રિકગ્નિશન છે. આ એવોર્ડ ૧૧ થી ૨૦ ઓગસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયાના મેલબર્નના આર્ટસ સેન્ટરના હૈમર હોલમાં યોજવામાં આવશે. મૃણાલે આ બાબતે જણાવ્યું હતું કે, ભારતીય ફિલ્મ મહોત્સવમાં મળનારા એવોર્ડથી સમ્માનિત બનવાથી હું ગર્વ અનુભવી રહી છુ. એક કલાકાર તરીકે મેં હંમેશા પાત્રોને એક્સપ્લોર કરવાની કોશિશ કરી છે.
અને આ એવોર્ડ મને આગળ વધવામાં અને પડકારરૂપ ભૂમિકાઓ નિભાવવા માટે પ્રેરિત કરે છે. અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સમ્માન બબદલ હું આભારી છે. અને સિનેમાની આ યાત્રામાં ભવિષ્ય માટે ઉત્સાહિત છું.