ભોપાલ, ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ જ્યારે તેલંગાણામાં કોંગ્રેસ સરકાર બનાવવા જઇ રહી છે. આ પહેલા અમે તમને ઓછા માર્જીનથી જીતેલા ઉમેદવારો વિશે જણાવવા જઇ રહ્યાં છીએ.
મધ્ય પ્રદેશની વાત કરીએ તો મંધાતા બેઠક પર ભાજપના ઉમેદવાર નારાયણ પટેલ ૫૮૯ મતના માજનથી જીત્યા છે. ધરમપુર બેઠક પર પણ ભાજપના ઉમેદવાર કાલુસિંઘ ઠાકુર ૩૫૬ મતના માર્જીનથી જીત્યા છે.
મધ્ય પ્રદેશની ગોહદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેશવ દેસાઇ ૬૦૭ મતના માર્જીનથી જીત્યા છે. સેમરીયા બેઠકના અભય મિશ્રા ૬૩૭ મતથી જીત્યા છે. બૈહર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સંજય ઉકે ૫૫૧ મતના માર્જીનથી જીત્યા છે. હરડા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડૉ. રામકિશોર ડોગને ૮૭૦ મતના માર્જીનથી જીત્યા છે. તીમરાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અભિજીત શાહ (અંક્તિ બાબા) ૯૫૦ મતે જીત્યા છે. મહિદપુર કોંગ્રેસના ઉમેદવાર દિનેશ જૈન બોસ ૨૯૦ મતથી જીત્યા છે.
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં સરગુજા જિલ્લાની અંબિકાપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને નાયબ મુખ્યમંત્રી ટીએસ સિંહ દેવ અને ભાજપના રાજેશ અગ્રવાલ વચ્ચે મુકાબલો જોવા મળ્યો હતો.અગ્રવાલે સિંહદેવને ૯૪ મતથી હરાવ્યા હતા. અગ્રવાલને ૯૦,૭૮૦ મત મળ્યા હતા જ્યારે સિંહદેવને ૯૦,૬૮૬ મત મળ્યા હતા.ત્રીજા નંબર પર રહેલા ગોંડવાના ગણતંત્ર પાર્ટીના ઉમેદવાર બલસાઇ કોરામને ૬,૦૮૩ મત મળ્યા હતા.સિંહદેવ ૨૦૦૮, ૨૦૧૩ અને ૨૦૧૮માં અંબિકાપુરથી સતત ૩ ચૂંટણી જીત્યા હતા.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ઓછા માર્જીનથી જીત મેળવનારા ઉમેદવારોની વાત કરીએ તો આ યાદીમાં રાજસ્થાનના હંસરાજ પાટિલનું નામ છે. હંસરાજ પાટિલે કોટપુતલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ યાદવને માત્ર ૩૨૧ મતથી હરાવ્યા હતા.
રાજસ્થાનની હવા મહલ બેઠક પર ભાજપના બાલમુકુંદ આચાર્ય ૯૭૪ મતથી જીત્યા છે. કથુમર બેઠક પરથી ભાજપના રમેશ ખીંચી ૪૦૯ મતથી જીત્યા છે. જહાઝપુર બેઠક પર ભાજપના ગોપીચંદ મીના ૫૮૦ મતના માર્જીનથી જીત મેળવી છે.નાહર બેઠક પરથી કોંગ્રેસના અમીત ચચન ૮૯૫ મતના માર્જીનથી જીત્યા છે. ઉદેપુરવાટી બેઠક પર કોંગ્રેસના ભગવાના રામ સૈની ૪૧૬ મતથી જીત્યા છે.તેલંગાણામાં છેવેલ્લા બેઠક પરથી બીઆરએસના કાલે યેદેહ ૨૬૮ મતથી જીત્યા છે.