મધ્યપ્રદેશ ના રેવામાં તાલીમી વિમાન મંદિરના શિખર સાથે અથડાઈને તુટી પડ્યું, પાઈલટનુ મોત

  • મધ્યપ્રદેશના રેવામાં તાલીમી વિમાન મંદિરના શિખર સાથે અથડાઈને તુટી પડ્યું, પાઈલટનુ મોત.

રીવા,

મધ્યપ્રદેશના રીવા જિલ્લાના ચોરહાટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલ ગુરુવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. ચોરહાટા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરી ગામમાં મંદિરના શિખર સાથે અથડાયા બાદ ટ્રેની પ્લેન ક્રેશ થયું છે. પ્લેનમાં સવાર સિનિયર પાઇલટ અને ટ્રેઇની પાઇલટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બન્નેને સારવાર માટે રેવાની સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા. જ્યાં સારવાર દરમિયાન સિનિયર પાયલટનું મોત નીપજ્યું હતું. આ પ્લેન પલટન ટ્રેનિંગ કંપનીનું જણાવવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

આ ઘટના ગઈકાલ મોડી રાત્રે ૧૨ થી ૧ વાગ્યાની વચ્ચે બની હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વિમાને ચોરહાટા એરસ્ટ્રીપથી ઉડાન ભરી હતી, ત્યારબાદ ગાઢ ધુમ્મસને કારણે આ પ્લેન નીચે જ રહ્યું અને આંબાના ઝાડ સાથે અથડાયા બાદ મંદિરના શિખર સાથે અથડાઈને ક્રેશ થઈ ગયું. વિમાનની ટક્કરને કારણે મંદિરનુ શિખર પણ તૂટીને નીચે પડ્યુ હતુ. જો આ પ્લેન મંદિર સાથે અથડાયું ન હોત અને બીજે ક્યાંક વસ્તીમાં અથડાયું હોત તો મોટી દુર્ઘટના થઈ શકી હોત, કારણ કે ત્યાં રહેણાંક મકાનો પણ બન્યા હતા.

જો તાલિમી વિમાન રહેણાંક વિસ્તારમાં કોઈ ઘર સાથે અથડાયું હોત તો મોટી દુર્ઘટના થઈ શકી હોત અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હોત. પોલીસને આ ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ કાર્ય માટે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોની મોટી ભીડ પણ ઘટનાસ્થળે ઉમટી પડી હતી. પ્લેન મંદિરના શિખર સાથે એટલા જોરથી ટકરાયું હતુ કે તે ત્યાંને ત્યાં જ તુટી ગયું.