મધ્ય પ્રદેશના ખેડૂતોએ લીધી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દાહોદની મુલાકાત

દાહોદ,

મધ્યપ્રદેશના ધાર જીલ્લાનાં વિવિધ ગામના કુલ 63 જેડલા ખેડૂતોએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દાહોદની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ડો. જી.કે.ભાભોર, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ)એ કેવિકેના સંકલિત કૃષિ પદ્ધતિના વિવિધ યુનિટોનું પ્રત્યક્ષ નિદર્શન તેમજ પ્રાકૃતિક ખેતીના આયામો વિશે ખેડૂતોને માહિગાર કર્યા હતા.