મધ્યપ્રદેશના આઝાદ નગરમાં મંદિરમાં ચોરી કરનાર ચાર ઈસમોને ધાનપુર રાછડાધાટા પાસેથી ઝડપ્યા

મધ્યપ્રદેશ રાજ્યના આઝાદ નગરમાં મંદિરમાં ચોરી કરનાર ચાર ઇસમોને ધાનપુર પોલીસે વાસીયા ડુંગરી રોડ તરફથી ધાનપુર તરફ જતા રસ્તા પર રાછવા ઘાટા તરફથી ઝડપી પાડી મંદિરમાં ચોરી કરેલ રોકડ રકમ સહિત મોબાઈલ ફોન વિગેરે મુદ્દામાલ કબજે કરી ચારેય ચોરોને જેલના સળિયા પાછળ ધકેલી જાણવા મળે છે.

દાહોદ જીલ્લા પોલીસવાળા ની સૂચના તેમ જ માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ, પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને અટકાવવા, જુગારની પ્રવૃત્તિઓને અટકાવવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જીલ્લા પોલીસવાળા ની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે ધાનપુર પોલીસ સ્ટેશનના તથા જીલ્લા બહારના તથા રાજ્ય બહારના અલગ-અલગ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા માટે પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન વાસીયા ડુંગરી રોડ તરફથી ધાનપુર તરફ જતા રસ્તા પર રાછવા ઘાટામાં ચાર ઇસમો શંકાસ્પદ હાલતમાં ચાલીને જઇ રહેલ હતા. જે ચારેય ઇસમોને ઝડપી પાડી તપાસ કરતા એક રૂમાલની પોટલીમાં સીક્કા તથા નોટો મળી આવેલ તથા ચારેય ઇસમોની અંગ જડતી કરતા ચાર મોબાઇલ મળી આવેલ જે મળી આવેલ રૂપીયા તથા મોબાઇલ બાબતે ઘનિષ્ઠ પુછપરછ કરતા જણાવેલ કે સદર રૂપીયા ચારેય ઇસમોએ ગઇ તા.01/07/2024ના એમ.પી. રાજ્યના વર્ઝર ગામમાં આવેલ શનીદેવ તથા હનુમાન મંદિરમાં આવેલ દાનપેટીના રૂપીયા રાત્રીના સમયે ચોરી કરેલ હોય તથા આ મોબાઇલ અમારી પોતાની માલીના હોવાનુ જણાવી ગુન્હાની કબુલાત કરી હતી.

પોલીસે કિશનભાઇ સમરસિંગ મોહનીયા (રહે.સજોઇ, પટેલ ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ), શૈલેષભાઇ મગનભાઇ ભાભોર (રહે.મંડોર, તળાવ ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ, દિતાભાઇ શકરાભાઇ બારીયા (રહે.કાકડખીલા, ખેડા ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ) અને મુકેશભાઇ માનસીંગભાઇ ભુરીયા (રહે.કાકડખીલા, નિશાળ ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ) નાઓની પોલીસે અટકાયત કરી તેઓની પાસેથી ચોરીમાં ગયેલ રૂપીયા 1,2,5,10 ના સીક્કા તથા 10,20,50,500 ની નોટો મળી કુલ રૂ.3,747/- તથા ચાર મોબાઇલ ફોન ચારેય ઇસમો સામે ધાનપુર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.