મધ્ય પ્રદેશમાં પાણીની બોટલમાં પેશાબ ભરીને છાત્રાઓને અપાઇ

મધ્ય પ્રદેશના મંડલા જિલ્લાના બિછિયા વિકાસખંડમાં આવેલ લફરા ગામની હાયર સેકેન્ડરી વિદ્યાલયમાં ભણતી છાત્રાઓને પાણીની બોતલમાં પેશાબ ભરીને આપવાનો કિસ્સો ચર્ચામાં આવ્યો છે. આ મામલામાં પોલીસ પણ એક્ટિવ થઈ ગઈ છે અને અજ્ઞાત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ચુકી છે, આ ઉપરાંત બુધવારે કેન્દ્રીય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે ઉપરાંત બિછિયા વિધાનસભાના ધારાસભ્ય નારાયણ સિંહ પટ્ટા અને નિવાસ વિધાનસભાના ધારાસભ્ય ડો. અશોક મર્સકોલે આ સ્કૂલમાં પહોંચવાથી રાજકીય ઘમાસાણ શરુ થઈ ગયું છે.

બિછિયા ધારાસભ્ય નારાયણ સિંહ પટ્ટાએ જબરદસ્ત આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, મધ્ય પ્રદેશમાં જ આવી ઘટનાઓ કેમ થઈ રહી છે? આ ચિંતાનો વિષય છે. સ્કૂલ સાથે જોડાયેલ હોવાના કારણે આ કિસ્સો વધારે સંવેદનશીલ થઈ ગઈ છે. નિવાસ ધારાસભ્ય અશોક મર્સકોલે પણ આ મામલાની તપાસ સુક્ષ્મતાથી કરાવવાની વાત પર ભાર આપ્યું છે. કાલે દિવસ ભર લફરામાં આવેલી શાળામાં હોબાળોનો માહોલ જોવા મળ્યો હતો.

જનપ્રતિનિધિઓ પહોંચ્યા બાદ આખું ગામ સ્કૂલમાં એકઠું થઈ ગયું હતું. આ તમામ લોકોએ દોષિતો પર કાર્યવાહી કરવાની માગ કરી છે અને જનપ્રતિનિધિઓની સમક્ષ જબરદસ્ત આક્રોશ જોવા મળ્યો છે. કેન્દ્રીય ફગ્ગન સિંહ કુલસ્તે તમામ છાત્ર-છાત્રાઓ અને તેમના સ્વજનો સાથે મળ્યા અને તેમને આ મામલામાં કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન પણ આપ્યું છે.