ભોપાલ,આવનારા સમયમાં જો તમે મધ્યપ્રદેશમાં કોઈપણ મોટા શહેરમાં રાત્રે ૧૨ વાગ્યા પછી પણ મોલ અથવા રેસ્ટોરન્ટ ખુલતા જુઓ તો નવાઈ પામશો નહીં કારણ કે મોહન યાદવ સરકાર આવો નિર્ણય લઈ રહી છે સમગ્ર રાજ્યમાં મોલ, રેસ્ટોરન્ટ, આઈટી ક્ષેત્ર અને ઉદ્યોગો ૨૪ કલાક ખુલ્લા રહેશે. મયપ્રદેશના શ્રમ મંત્રી પ્રહલાદ પટેલે વાત કરતા આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે આ અંગેનો પ્રસ્તાવ મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ સમક્ષ મૂકવામાં આવ્યો છે, જેને તેમણે સ્વીકારી લીધો છે. આ પ્રસ્તાવમાં ત્રણ શિટમાં કામ કરવાનો ઉલ્લેખ છે. શ્રમ મંત્રીના જણાવ્યા અનુસાર, આ પગલું મયપ્રદેશની અર્થવ્યવસ્થાને આગળ લઈ જવામાં મદદ કરશે.
પ્રહલાદ પટેલે જણાવ્યું કે મધ્યપ્રદેશમાં તમામ ક્ષેત્રોમાં વિકાસ થયો છે અને હવે તે વિકસિત રાજ્ય બનવા તરફ આગળ વધી રહ્યું છે. અમારી સપ્લાય ચેઇનને સુધારવાની અને ભૌગોલિક પરિસ્થિતિઓને યાનમાં રાખીને ઝડપથી વિકાસ કરવાની દરેક શક્યતા છે. આવી સ્થિતિમાં, આપણે નાની વસ્તુઓમાં ફેરફાર કરીને મોટા ફેરફારો લાવી શકીએ છીએ.
ઉદાહરણ તરીકે, તેમણે કહ્યું કે રાજ્યમાં હજુ પણ ઘણા પ્રોડક્ટ હાઉસ છે જ્યાં ૨૪ કલાક કામ થાય છે, પરંતુ કાયદામાં થોડો ફેરફાર કરીને અમે તેમની સમસ્યાઓનો અંત લાવી શકીએ છીએ. પીએમ મોદીને ટાંકીને શ્રમ મંત્રીએ કહ્યું કે પીએમ હંમેશા કહે છે કે જો તમારે ખરેખર વિકાસ કરવો હોય તો તમારે નાની-નાની વસ્તુઓ બદલવામાં લાંબો સમય ન લેવો જોઈએ. આ બાબતને યાનમાં રાખીને આચારસંહિતા પૂરી થતાં જ અમે આ મુદ્દે નિર્ણય લઈશું.
શ્રમ મંત્રીએ મોલ કે રેસ્ટોરન્ટ ૨૪ કલાક ખુલ્લી રહેવાને કારણે કાયદો અને વ્યવસ્થાને લઈને ઉદ્ભવતા પ્રશ્ર્ન અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમનું કહેવું છે કે મધ્યપ્રદેશ એક એવું રાજ્ય છે જ્યાં કાયદો અને વ્યવસ્થા સારી છે. આ યોજનાના અમલીકરણમાં અમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. અમે અમારી યોજનાને સરળતાથી આગળ વધારી શકીએ છીએ. કામદારોને અન્યાય થઈ રહ્યો હોવાના પ્રશ્ર્ન પર પ્રહલાદ પટેલે કહ્યું કે હવે આ શક્ય નથી. તેમણે દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારે શ્રમ કાયદામાં જે રીતે ફેરફારો કર્યા છે તેના કારણે હવે કામદારોના અધિકારોનો દુરુપયોગ શક્ય નથી. નવા કાયદામાં એક તરફ ઉદ્યોગપતિઓ માટે નિયમો સરળ બનાવાયા છે તો બીજી તરફ કામદારોના હિતનું પણ યાન રાખવામાં આવ્યું છે.
શ્રમ વિભાગના જણાવ્યા અનુસાર, આ નિર્ણય પછી, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને તેલંગાણા પછી એમપી સાતમું રાજ્ય હશે જ્યાં મોલ અને રેસ્ટોરન્ટ ૨૪ કલાક ખુલ્લા રહેશે. દિલ્હીને અડીને આવેલા શહેર ગુડગાંવમાં મોલ્સ ૨૪ કલાક કાર્યરત છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે પહેલા તેને ભોપાલ-ઈન્દોર જેવા મોટા શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવાની વિચારણા કરવામાં આવી રહી હતી, પરંતુ હવે તેને સમગ્ર મયપ્રદેશમાં લાગુ કરવામાં આવી રહી છે. તેને એક્સાથે અમલમાં મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે.