
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ૫૨ વર્ષ બાદ ઐતિહાસિક નિર્ણય લીધો છે. હાલમાં મધ્યપ્રદેશમાં સરકાર મુખ્યમંત્રી અને મંત્રીઓનો આવકવેરો ભરતી હતી. આ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
સીએમ મોહન યાદવે ૫૨ વર્ષથી ચાલી આવતી આ પરંપરાને પલટી નાખી છે. કેબિનેટમાં તેની મંજૂરી મળી ગઈ છે. માહિતી આપતાં સીએમ મોહન યાદવે કહ્યું કે, મુખ્યમંત્રી અને મંત્રીઓ હવે પોતાનો ઈક્ધમ ટેક્સ જાતે જ ભરશે.
હકીક્તમાં, દર વર્ષે સરકાર દ્વારા મુખ્યમંત્રી અને મંત્રીઓના આવકવેરા ભરવામાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હતો. આ નિર્ણય બાદ સરકારી ખાતામાં રકમ બચી જશે. આ નિર્ણય વિશે માહિતી આપતાં સીએમ મોહન યાદવે કહ્યું કે કેબિનેટની બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યની પ્રગતિને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મોહન યાદવે કહ્યું કે હવે અમારા તમામ મંત્રીઓ પોતાનો આવકવેરો જાતે જ ભરશે.
મધ્યપ્રદેશમાં, ૧૯૭૨થી સરકાર પોતે જ મુખ્યમંત્રી અને મંત્રીઓનો આવકવેરો ચૂકવે છે.મુખ્યમંત્રીએ કહ્યું કે મંત્રીઓ અને સંસદીય સચિવોનો તમામ ખર્ચ સરકારી ખાતામાં જાય છે. હવે આવું નહીં થાય. સીએમ મોહન યાદવે આ નિર્ણયને પલટીને મધ્યપ્રદેશમાં એક દાખલો બેસાડ્યો છે. તેઓ એમ પણ કહેતા રહ્યા છે કે આ સામાન્ય લોકોની સરકાર છે. થોડા દિવસો પહેલા એવું બહાર આવ્યું હતું કે અહીંના કર્મચારીઓ પોતાનો ઇક્ધમટેક્સ ભરે છે જ્યારે મંત્રીઓનો ખર્ચ સરકાર ઉઠાવે છે. આ મામલો મુખ્યમંત્રીના યાને આવ્યા બાદ તેમણે આ અંગે મહત્વનો નિર્ણય લીધો હતો અને તેને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.