માઉન્ટ આબુમાં બદલાયો મોસમનો મિજાજ, માર્ચ મહિનામાં તાપમાનમાં રેકોર્ડ ઘટાડો નોંધાયો

આબુ,ગુજરાતની સાથે સાથે રાજસ્થાનમાં પણ ઠંડીની અસર જોવા મળી રહી છે. માઉન્ટ આબુમાં માર્ચ મહિનામાં તાપમાનમાં રેકોર્ડ ઘટાડો નોંધાયો છે. માઉન્ટ આબૂમાં ગાડીઓ પર અને મેદાની પ્રદેશમાં પડેલો ઝાકળ જામી જવાથી કુદરતે અહીં સફેદ ચાદર પાથરી છે. ઠંડીના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે.

માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન માઈનસ ૩ નોંધાયું છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં લોકો ઠુંઠવાયા હતા. ઠંડીના થર્ડ ડિગ્રી ટોર્ચરના કારણે લોકોની દિનચર્યા પ્રભાવિત થઈ છે અને લોકો લાંબા કલાકો સુધી ઘરની અંદર જ રહે છે. સ્થાનિક લોકોની સાથે પ્રવાસીઓ પણ આ કડકડતી શિયાળામાં હોટલના રૂમમાંથી બહાર આવવાની હિંમત દાખવી શક્તા નથી. વહેલી સવારથી બજારોમાં શાંતિ છવાઈ ગઈ છે.

આબુમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડા પછી, મેદાનોની સાથે ઘરો અને હોટલોની બહાર પાર્ક કરેલી કારની છત પર બહાર રાખવામાં આવેલા સામાન અને નખ્ખી લેકમાં પાર્ક કરેલી બોટ પર બરફ જોવા મળ્યો હતો. કડકડતી શિયાળાથી બચવા માટે, લોકો તેમના ઘરોમાં બોનફાયર તેમજ રૂમ હીટરનો આશરો લઈ રહ્યા છે.