
સંતરામપુર,આઝાદીના અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા-ઘર ઘર તિરંગા અંતર્ગત મોટી સરસણમાં આવેલી યુ.આર. પટેલ વિદ્યાલય આર.પી. પટેલ ઉત્તર બુનિયાદી આશ્રમશાળા, વંદેમા ભારતી આશ્રમશાળા તેમજ જનની વિદ્યાલય મોટી સરસણ અને પ્રાથમિક શાળા મોટી સરસણના સંયુક્ત ઉપક્રમે મોટી સરસણ ગામમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ સંસ્થાઓના સૌ સ્ટાફ મિત્રો અને બાળકો તેમજ ઉત્સાહી ગ્રામજનો પણ જોડાયા હતા વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી આઝાદીનુ પર્વ ઉત્સાહ પૂર્વક ઉજવવા માટેની સૌએ અપીલ કરી હતી. આ અભિયાન અંતર્ગત યુ.આર. પટેલ વિદ્યાલય મોટી સરસણમાં “મેરી મિટ્ટી, મેરા દેશ”અન્વયે ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા નિબંધ હરિફાઈ જેવી પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવી હતી.