
નદીસર, ગોધરા તાલુકાના મોટી કાંટડી ગામે નવયુવક મંડળ મોટી કાંટડી અને ગ્રામજનો દ્વારા મદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા ભાગવત કથાકાર બાલમુકુંદ રાવલ (વ્રજેશ મહારાજ)ના મુખે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો લાભ લેવા માટે મોટી કાંટડી તેમજ આસપાસ માં ગ્રામજનો એ મોટી સંખ્યામાં લાભ રહ્યા છે.
આજે ત્રીજા દિવસે કથાકાર દ્વારા અપાયેલ દ્રષ્ટાંતોમાં જેમ શરીરની શક્તિ માટે ભોજનની જરૂર છે. તેમ અંતર આત્માની પુષ્ટિ માટે ભજન જરૂરી છે. ભક્તિ પ્રદર્શન માટે નથી ભક્તિ એટલે જીવ માત્રમાં પ્રભુ દર્શન અને તે જીવન સુ-દર્શન બને છે. ગામના યુવાનો દ્વારા ગામના રણછોડજી મંદિર ચોકમાં કથા માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે.