
ખાનપુર, ખાનપુર તાલુકાની મોટા ખાનપુર પ્રાથમિક શાળા માં બાળમેળાની અને જીવન કૌશલ વર્ધક પ્રવુતિનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મહેદી કલા, કેસ ગુંથન કલા, બટન ટાંકવાની પ્રવૃત્તિ, કપડું સાંધવાની પ્રવૃત્તિ, ડસ્ટર બનાવવાની પ્રવૃત્તિ, સાવરણો બનાવવાની પ્રવૃત્તિ, ટેસ્ટરનો ઉપયોગ, પાના પકડ અને ડિસમિસ નો ઉપયોગ કેવી રીતે કરવો, ટાયર ટ્યુબ પંચર બનાવવાની પ્રવૃત્તિ, તોરણ બનાવવા, માટીના વિવિધ રમકડા બનાવવા જેવી બહુવિધ પ્રવૃત્તિઓ શાળાના બાળકો દ્વારા કરવામાં આવી.