
મુંબઇ,
લોકપ્રિય એકટર્સની યાદી એક સર્વેના આધારે જાહેર કરવામાં આવી છે. જેમાં ભારતમાં સાઉથ ઇન્ડસ્ટ્રીના અભિનેતાઓએ બોલીવૂડને પછાડયું છે. ફિલ્મોનીસાથે સાથે આજે સાઉથના એકટર્સ પણ દેશમાં લોકપ્રિય થઇ રહ્યા છે. પ્રથમ દસની યાદીમાં બોલીવૂડના ફક્ત બે જ સિતારાઓના નામ સામેલ છે.
આ યાદીમાં પ્રથમ નંબરે થલાપતિ વિજય આવે છે. બીજા ક્રમાંકે બાહુબલી ફેમ પ્રભાસ, બીજા નંબરે અક્ષય કુમાર, ચોથા નંબરે જૂનિયર એનટીઆર, પાંચમાં ક્રમાંકે પુષ્પા ફેમઅલ્લૂ અર્જુન,છઠ્ઠા નંબરે યશ, સાતમાં ક્રમાંકે વિવેગમ જેવી હિટ ફિલમ આપનારઅજીત કુમાર, આઠમા ક્રમાંકે મહેશબાબુ, જાણીને આશ્ર્ચર્ય થશે કે છેક નવમા નંબરે શાહરૂખ ખાનનું નામ છે અને દસમા ક્રમાંકે રામચરણ છે.
બોલીવૂડની ફિલ્મો સતત નિષ્ફળ જઇ રહી છે. બોલીવૂડ માટે સાલ ૨૦૨૨ કમનસીબ નીવડયું છે. હાલમાં રિલીઝ થયેલી રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસ માટે પણ સહુને ઘણી ઉમ્મીદ હતી પરંતુ આશા સાવ ઠગારી નીવડી છે.