
મોરવા હડફ તાલુકામાં આવેલ સંતરોડ ખાતે ગઇકાલે એક રેડીમેડ કપડાંની દુકાનમાં બે અજાણ્યા ચોર ઈસમ દુકાનમાં પ્રવેશ કરી અને દુકાનના ડ્રોવર મૂકી રાખેલ રોકડ રકમ સહિત રૂ.1.50 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જે સમગ્ર ઘટના દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. હાલતો દુકાનના માલિક મોરવા હડફ પોલીસ મથકમાં લેખિત અરજી આપી રજૂઆત કરવામાં આવી છે.
ગોધરા શહેરના બામરોલી રોડ ખાતે રહેતા અને સંતરોડ ખાતે કપડાંની દુકાન ધરાવતા વેપારી અમીત કુમાર ધનરાજ ગીદવાણીની સંતરોડ ખાતે આવેલી રેડીમેડ કપડાંની દુકાનમાં ગઇકાલે બે બુકાનીધારી તસ્કરોએ વહેલી સવારના પહોરમાં દુકાનનું શટર કોઈ હથિયાર વડે તોડી દુકાનમાં પ્રવેશી કરી અને દુકાનના ડ્રોવરમાં મૂકી રાખેલા વેપારના નાણા રૂ.56,200 તેમજ રેડીમેડ કપડા રૂ.1 લાખની કિંમતના મળી કુલ રૂ.1.50 લાખની ચોરી કરી બિન્દાસ્તપણે રફુચક્કર થઈ ગયા હતા.
જ્યારે વેપારીની દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા જોતા બે જેટલા અજાણ્યા તસ્કરો ચાદર ઓઢી હાથમાં બેટરીઓ લઈ દુકાનનું શટર તોડી નાખી દુકાનમાં પ્રવેશી રોકડ રૂપિયા તેમજ રેડીમેડ કપડાંની ચોરી કરી હોવાનુ સ્પષ્ટ જણાઈ આવે છે. ઉપરોક્ત ચોરી થતાં સંતરોડ ગામમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જ્યારે સમગ્ર બનાવને લઈને દુકાનના માલિક મોરવા હડફ પોલીસ મથકમાં લેખિત અરજી આપી રજૂઆત કરવામાં આવી છે.