મોરવા(હ) તાલુકાની વાડીમાતરિયા પ્રાથમિક શાળામાં 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો

મોરવા(હ), વાડી માતરીયા ગામમાં આઝાદી પછી પ્રથમ વાર ઐતિહાસિક ધાર્મિક કાર્યક્રમ 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં શાળાના બાળકો, શિક્ષકો અને સૌ ગ્રામજનોને યજ્ઞમાં આહુતિ આપવાનો લાભ મળ્યો છે. આ મહાન ધાર્મિક કાર્યમાં 125 મોરવા હડફ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય નિમિષાબેન સુથાર પણ હાજર રહી યજ્ઞમાં આહુતિ આપી હતી.