મોરવા(હ) તાલુકમાં સગીરાનું શારીરિક શોષણના ગુનાના ખાનપુરના આરોપીની જામીન અરજી નામંજુર કરતી કોર્ટ

મોરવા(હ) તાલુકાની સગીરાને પટાવી ફોસલાવી શારીરિક શોષણ કરવાના ગુનામાં આરોપીને ઝડપી પાડી જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપેલ હોય તે આરોપી દ્વારા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી નામંજુર કરાઈ.

મોરવા(હ) તાલુકાના ખાનપુરના આરોપીએ સગીરાને પટાવી ફોસલાવી તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ કરેલ હોય અને આરોપી વિજયભાઇ સાલમભાઇ સંગાડાએ તેને પત્ની તરીકે રાખવાની છે. તેમ કહી કુવાઝર ત્રણ રસ્તા પાસે લઈ ગયેલ અન્ય બે આરોપીની મદદગારી આરોપીએ સગીરાને અંબાજી થી આગળ સ્કુલના બાંધકામ ચાલતું હોય ત્યાં લઈ જઈ શારીરિક શોષણ કરેલ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડવામાંં આવેલ હોય અને હાલ જયુડીશીયલ કસ્ટડીમાં હોય આરોપી વિજય સાલમભાઇ સંગાડાએ રેગ્યુલર જામીન અરજી કોર્ટમાં કરેલ હોય પંચમહાલ જીલ્લા ચોથા એડીશનલ સેશન્સ જજ આર.જે.પટેલની કોર્ટમાં સુનાવણી હાથ ધરતાં સરકારી વકિલ રાકેશ એસ.ઠાકોર દ્વારા વિગતવાર દલીલો રજુ કરતાં આરોપીની જામીન અરજી નામંજુર કરાઈ.