ગોધરા, મોરવા(હ)તાલુકા પંથકમાં અંદાજિત સાડા નવ વર્ષની ઉંમરની બાળકી સાથે તેના 19 વર્ષિય કુટુંબી ભાઈએ એકલતાનો ગેરલાભ લઈ ઉઠાવી બળજબરીપુર્વક દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે. જોકે બનાવ અંગેની જાણ થતાં પોલીસે કિશોરીને સારવાર માટે ખસેડી યુવકને ગણતરીના સમયમાં જ પકડી પાડયો હતો.
વર્તમાન સમયમાં એન્ડ્રોઈડ મોબાઈલ ફોન અને સસ્તુ ઈન્ટરનેટ મળી જતા હવે સામાન્ય માણસ પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો જોવા મળી રહ્યો છે. પરંતુ આ ઓછા ખર્ચે મળતા મોબાઈલ ફોન અને ઈન્ટરનેટનો કેટલાક વ્યકિતઓ દુરૂપયોગ પણ કરી રહ્યા છે. જેને લઈને સમાજમાં ચોૈંકાવનારી અને અકલ્પનિય ધટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ધટના મોરવા(હ)તાલુકાના પંથકમાં સામે આવી છે. એક 19 વર્ષિય અપરિણીત યુવક દ્વારા અંદાજિત સાડા નવ વર્ષની વય ધરાવતી બાળકી સાથે બળજબરીપુર્વક દુષ્કર્મ આચર્યુ હતુ. આ ચકચારી બનાવની વિગત એવી છે કે,પોતાના કુટુંબી કાકાની દિકરી તેના ધરે બપોરના સમયે મકાનની પાછળ આવેલા ઓસરીના ભાગમાં રમવા માટે ગઈ હતી. દરમિયાન તેના દાદા-દાદી ધરે આગળના ભાગે બેઠા હતા. જયારે માતા-પિતા ખેતરમાં કામકાજ માટે ગયા હતા. આ સમયગાળાનો ગેરલાભ ઉઠાવી યુવક પોતાની કહેવાતી કુટુંબી માસુમ બહેન તરફ ગયો હતો અને કિશોરી કંઈ સમજે તે પહેલા તેણે સાથે બળજબરીપુર્વક દુષ્કર્મ આચર્યુ હતુ. આ ધટનાથી ગભરાઈ ગયેલી કિશોરીએ બુમરાણ મચાવી હતી. જેને લઈ તેના દાદા-દાદી દોડી આવ્યા હતા. પરંતુ નરાધામ યુવક ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીને પકડી પાડ્યો હતો.