પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યા હોય જેને લઈને પુના ઈન્સ્ટિયુટ ઓફ વાયરોલોજીના વૈજ્ઞાનિકોની ટીમ ચાંદીપુરા વાયરસના સંક્રમણ ધરાવતા વિસ્તારોની મુલાકાત લઈને ચાંદીપુરા વાયરસની પેટર્ન અંગેનો અભ્યાસ કરી રહી છે. ત્યારે મોરવા(હ)તાલુકાના બામણા ગામના 3 વર્ષના બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા દવા સારવાર માટે એસ.એસ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વરસાદના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. જેને લઈ જિલ્લા આરોગ્ય તંત્ર ચિંતિત બન્યુ છે. જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 15 જેટલા કેસ નોંધાયા છે. જયારે અત્યાર સુધી જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈ 5 જેટલા બાળકોના મોત નીપજયાં છે. પંચમહાલ જિલ્લાને ચાંદીપુરા વાયરસ ભરડામાં લઈ રહ્યા છે ત્યારે પુના ઈન્સ્ટિયુટ ઓફ વાયરોલોજીના વૈજ્ઞાનિકોની પાંચ સભ્યોની ટીમ પંચમહાલ જિલ્લામાં પહોંચી છે. અને ચાંદીપુરા વાયરસના સંક્રમિત ગામોના વિસ્તારોની મુલાકાત લઈને ચાંદીપુરા વાયરસ ફેલાવા અને તેની પેટર્ન અંગે અભ્યાસ કરાઈ રહ્યો છે. જિલ્લામાં હાલ ચાંદીપુરા વાયરસના 3 કેસ પોઝીટીવ છે.જયારે 7 કેસ શંકાસ્પદ છે. જે ગામોમાંથી ચાંદીપુરા વાયરસના કેસો નોંધાયા છે તેવા ગામોમાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વેલન્સ અને દવા છંટકાવની કામગીરી ચાલી રહી છે. અને આરોગ્ય તંત્ર દ્વારા સતત મોનીટરીંગ કરાઈ રહ્યુ છે.