મોરવા સ્ટેશન પાસેથી એન્જિન શરૂ કરતા માલગાડી રિવર્સમાં દોડી ગાર્ડનો ડબ્બો ખળી પડ્યો

દાહોદ, દિલ્હી-મુંબઈ રેલ્વે રૂટના મોરવાની સ્ટેશન પર એક માલગાડી રિવર્સ દોડીને (રોલબૈક)અકસ્માતગ્રસ્ત થઈ હતી. તેમાં માલગાડીનો સોૈથી પાછળનો ગાર્ડનો ડબ્બો(બેકવાન)ક્રોસિંગ પોઈન્ટ તોડીને પાટા પરથી ખડી પડ્યો હતો. ચોંકાવનારી વાત એ હતી કે,ડ્રાઈવર અને ગાર્ડ બંનેને અકસ્માત સર્જાયા બાદ ખબર પડી હતી. બંનેએ પોતાની ભુલનો સ્વિકાર પણ કરી લીધો હતો. રેલ્વેએ તપાસ શરૂ કરી છે. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે. રાહતની વાત એ છે કે,ધટના લુપ લાઈન નંબર-4માં થતાં રાજધાની રૂટના ટ્રાફિકને કોઈ અસર થઈ ન હતી. અકસ્માત રાહત ટ્રેન(એઆરટી)એ ધટના સ્થળે જઈને બે કલાકમાં બ્રેકવાનને પાટા ચઢાવ્યા બાદ ટ્રેનને આગળ રવાના કરાઈ હતી. રતલામ મુખ્યાલના ડ્રાઈવર નરેશ મીણા અને ગાર્ડ સિકંદરખાન માલગાડીને ગોધરાથી રતલામ લાવી રહ્યા હતા. તે વખતે આ ધટના બની હતી. મુસાફર ટ્રેનોને પસાર કરવા માટે માલગાડીને મોરવાની સ્ટેશનની લુપ લાઈન નંબર-4 ઉપર ઉભી કરાઈ હતી. લગભગ 10 મિનીટ બાદ સિગ્નલ મળતા ચાલકે એન્જિન સ્ટાર્ટ કરતા ગાડી આગળ જવાના બદલે પાછળ ચાલવા લાગી હતી. લગભગ 20 મીટર પાછળ ધસી જતાં છેલ્લો ગાર્ડનો ડબ્બો ક્રોસિંગ પોઈન્ટ તોડીને પાટાથી ઉતરી ગયો હતો. ધટનાને પગલે એઆરટી સાથે સિનીયર ડીએસઓ સહિત અન્ય અધિકારીઓ પણ ધટના સ્થળે ધસી ગયા હતા.