મોરવા (રેણા)ના માજી સરપંચ પર ચૂંટણીમાં રીસ રાખી અન્ય માજી સરપંચ સહિત ત્રણનો હુમલો

મોરવા (રેણા)ના ભૂતપૂર્વ સરપંચ નટુભાઈ વણકર વર્તમાન સમયમાં સમાજસેવી તરીકે કામ કરી રહ્યા છે. મંગળવારે ચૂંટણીનું મતદાન કરવા મોરવા (રેણા) પત્ની અને બે સંતાનોને લઈ પહોંચ્યા હતા. જ્યાં બપોરે મતદાન કરી પરિવારને ઘરે મૂકી મોરવા ગયા હતા. જ્યાં ચૂંટણીથી બજારો બંધ હતા આથી તેઓ પરત મોરવા(રેણા) આવી કેટલું મતદાન થયું છે તે જાણવા માટે સાંજે પ્રાથમિક શાળા પાસે ઉભા હતા. ત્યારે નરેન્દ્ર તલારે કહ્યું કે તારો અહીં મત નથી તો તું કેમ આવ્યો છું. આથી નટુભાઈએ કહ્યુ હું અહીંનો વતની અને ભૂતપૂર્વ સરપંચ હોવાથી આવ્યો છું. એમ જણાવતા નરેન્દ્ર તલારે ફેટ પકડી હતી. આથી તેનું ઉપરાણું લઈ મોરવા(રેણા) ના જ ભૂતપૂર્વ સરપંચ રંગીતભાઈ પટેલિયા, રજનીકાંત તલાર અને જશવંત તલારે ભેગા મળી માર મારવા લાગ્યા હતા. જાતિવિષયક અપમાનિત કરી આને મારી નાખોએ વખતે નટુભાઈની પત્ની અને નાનાભાઈ શિવાભાઈ વણકર, મંજુલાબેન શિવાભાઈ વણકરે આવીને નટુભાઈને છોડાવ્યા હતા. આ સમયે નટુભાઈનો પુત્ર હર્ષિલ પણ ત્યાં આવી જતા તે પણ માર મારવા લાગ્યો હતો. પરંતુ બીજા લોકો આવી જતા હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. નટુભાઈને મૂઢ માર વાગ્યો હોઈ તેઓને ખાનગી વાહન મારફતે શહેરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. દવા સારવાર બાદ તેઓ પોતાના સંબંધીઓ સાથે બુધવારના રોજ શહેરા પોલીસ મથકે આવી મોરવા (રેણા) ગામના માજી સરપંચ સહિતના વિરુદ્ધ એટ્રોસિટી એકટ અન્વયે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.