મોરવા(હ), મોરવા(હ) તાલુકાની સગીરાને ભગાડી જનાર આરોપી વિરૂદ્ધ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં ઝડપી પાડી જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. આરોપીએ પંચમહાલ ત્રીજા એડીશીનલ ડીસ્ટ્રીકટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતાં કોર્ટ દ્વારા જામીન અરજી નામંજુર કરવામાં આવી.
મોરવા(હ)ના વાલૈયા રાવળ ફળીયામાં રહેતા લાલીબેન રાજુભાઇ રાવળ, કમળાબેન રમેશભાઇ રાવળના ધરે રહેતા આરોપી પ્રવિણભાઇ ઉર્ફે ખેબો હરજીવનભાઇ રાવળ (રહે. મોટા વાડોદર, તા. લુણાવાડા)એ સગીરાને 24/5/2023ના રોજ તેના પિતાનું એકસીડન્ટ થયાની ખોટી જાણકારી આપી બાઈક ઉપર બેસાડી બોરીયા કાટેડા ગામે પોતાની બહેનના ધરે લઈ ગયો હતો. ત્યાંથી બાઈક ઉપર વડોદરા આજવા હનુમાનપુરામાં નવિન મકાનો બનતા હોય ત્યાં મજુરી કામ કરતાં એ જગ્યાએ રોકાયા હતા. ભોગબનનારની સાથે અવારનવાર શરીરી સંબંધો બાંધ્યા હતા અને તારા મમ્મી-પપ્પાને ફોન કરીશ તો જાનથી મારી નાખવી તેવી ધમકી આપી આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ભોગબનનારની ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડવામાંં આવ્યા હતા. આરોપી પ્રવિણ ઉર્ફે ખેખોએ પંચમહાલ ત્રીજા એડીશીનલ ડીસ્ટ્રીકટ સેશન્સ જજની કોર્ટમાં જામીન અરજી દાખલ કરતાં આ જામીન અરજી કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ રાકેશ એન.ઠાકોરની દલીલોને ધ્યાને લઈ આરોપીના જામીન અરજી નામંજુર કરવામાં આવી.