મોરવા(હ)ને વેજમા ગામે ત્રણ રસ્તા ઉપર બાઈક ઉપર લઈ જવાતાં 14 હજારના દારૂ સાથે ઈસમને ઝડપ્યો

મોરવા(હ),

મોરવા(હ) તાલુકાના વેજમા ગામે ત્રણ રસ્તા ઉપર પોલીસના પેટ્રોલીંગ દરમિયાન બાઈક ઉપર લવાતા ઈંગ્લીશ દારૂ કિંમત 14,448/-રૂપીયા અને બાઈક, મોબાઈલ સાથે ઈસમને ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ)ના વેજમા ગામે ત્રણ રસ્તા ઉપર પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ રીતે પસાર થતી બાઈક નં. જીજે..20.એઆર.2747ના ચાલકને રોકીને તપાસ કરવામાં આવી હતી. જેમાં ઈંગ્લીશ દારૂ, બીયર મળી 14,448/-રૂપીયા, બાઈક, મોબાઈલ ફોન સાથે કુલ 39,948/-રૂપીયાના મુદ્દામાલ સાથે રમેશભાઈ રાયસિંહ માલીવાડને ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.