મોરવા(હ)ના વીરણીયા ગામે 17 વર્ષિય યુવકને સાંપ કરડી જતાં ખાનગી દવાખાનામાં સારવાર માટે ખસેડાયો

મોરવા(હ)તાલુકાના વીરણીયા ગામે રહેતા 17 વર્ષિય યુવકને ધરની બહારથી સાંપ કરડી જતાં સારવાર માટે ગોધરા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરવા(હ)તાલુકાના વીરણીયા ગામે રહેતા શ્યામભાઈ અરવિંદભાઈ ભેદી(ઉ.વ.17)પોતાની ધરની બહાર પેશાબ માટે ગયેલ હોય ત્યારે સાંપ કરડી જતાં યુવકને સારવાર માટે ગોધરા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.આ બાબતે મોરવા(હ)પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.