મોરવા(હ)ના વંદેલી ગામે સુલીયાતના 32 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આપધાત કર્યો

મોરવા(હ), મોરવા(હ) તાલુકાના વંદેલી ગામ 32 વર્ષીય યુવાને કોઇ કારણોસર મહુડાના ઝાડની ડાળીએ દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ મરણ જતાં ફરિયાદ નોંધાઈ.

પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના વંદેલી ગામે પોસ્ટ ફળીયામાં દિલીપભાઈ કાળુભાઇ ભગોરા ઉ.વ.32 (સુલીયાત કટારા ફળીયું) એ કોઈ અગમ્યકારણોસર મહુડાના ઝાડની ડાળીએ દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આપધાત કરી મોતને વ્હાલું કરી લેતાં આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે અ.મોતની ફરિયાદ નોંંધાવા પામી.