મોરવા(હ), મોરવા(હ) તાલુકાના વંદેલી ગામે 35 વર્ષીય મહિલાને ધરમાં કામ કરતી વખતે કરંટ લાગતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના વંદેલી ગામે રહેતા અમીનાબેન રોહિતભાઈ ડામોર ઉ.વ.35 પોતાના ધરે કામકાજ કરતા હતા. દરમિયાન ઈલેકટ્રીક કરંટ લાગતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા મોત નિપજાવા પામ્યું. આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે અ.મોતની ફરિયાદ નોંધાવા પામી છે.