ગોધરા, મોરવા(હ)તાલુકાના વાડોદર ગામે ધરમાં જમી પરવારીને નજીક બનાવેલ છાપરામમાં સુવા ગયા હતા ત્યાં લાઈટની સુવિધા ન હોવાથી દિવો સળગાવીને મુકયો હતો તેની ઝાટ કપડામાં લાગતા આગ લાગી હતી. જેમાં ધરવખરીનો સામાન અને બાઈક બળી જતાં નુકસાન થવા પામ્યુ હતુ.
પ્રાપ્ત માહિતી મુજબ મોરવા(હ)તાલુકાના વાડોદર ગામે રહેતા જનાભાઈ શકરાભાઈ નાયક એ ધરમાં જમીન પરવારીને ધર નજીક બનાવેલ છાપરામાં સુવા ગયા હતા ત્યાં લાઈટની સગવડ ન હોવાથી જેથી દિવો સળગાવીને મુકેલ હતો તેની બાજુમાં કાંડા ઉપર મુકેલ કપડામાં આગ લાગી છાપરામાં આગ પ્રસરી જતાં ધરવખરી અને બાઈક આગમાં બળી જતાં નુકસાન થતાં આ અંગે મોરવા(હ)પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.