મોરવા(હ)ના તાજપુરી ગામે એમ.જી.વી.સી.એલ. ટીમે વીજ ચોરી ઝડપી પાડતાં મીટર ગ્રાહકે કર્મચારીઓની કામગીરીમાં રૂકાવટ કરતાં ફરિયાદ.

મોરવા(હ), મોરવા(હ) તાલુકાના તાજપુરી ગામે ગુગલીયા ફળીયામાં મધ્ય ગુજરાત વીજ કપંનીની અલગ અલગ ટીમો સાથે વંદેલી જ્યોતિગ્રામ રીડરમાં આવેલ ગામોમાં વધારે પ્રમાણમાં થતી વીજ ચોરીને લઈ ચેકીંગ કરવા ગયેલ ત્યારે તાજપુરીના ગ્રાહક દ્વારા વીજ ચોરી કરાતી ઝડપાઈ જતાં વીજ કંપનીના કર્મચારીઓની સાથે ગાળાગાળી કરી હથિયારો સાથે દોડી આવી સરકારી કામમાં રૂકાવટ કરતાં આ બાબતે ત્રણ ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકામાં વંદેલી જ્યોતિગ્રામ ફીડરમાં આવેલ ગામોમાં વધુ પ્રમાણમાં થનાર વીજ ચોરીને લઈ મધ્ય ગુજરાત વીજ કંપનીની અલગ અલગ ટીમો સાથે મોરવા(હ)ના તાજપુરી ગામે ગુગલીયા ફળીયામાં રહેતા વીજ ગ્રાહક ધરમવીરસિંહ રમણભાઇ બારીયાના ગ્રાહક નં.521414/00394/7 ધરાવતા સ્થળ ઉપર વીજ કર્મચારીઓ તપાસ કરતાં વીજ કં5નીનું વીજ મીટર હોવા છતાં પણ વીજ મીટરને બાયપાસ કરી પોતાના વધારાનો પ્રાઈવેટ સર્વિસ વાયરનો ઉપયોગ કરી મીટરમાં નોંધાતો વીજ વપરાશ રોકી પાવર ચોરી કરવાની ગેરરીતિ આચરેલ હોય જેની કાર્યવાહીમાં આરોપીઓ રમણભાઇ માનાભાઇ બારીયા, સુરેશભાઇ માનાભાઇ બારીયા, દિલીપભાઇ માનાભાઇ બારીયાએ વીજ કર્મચારીઓને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી રમણભાઇ બારીયાએ કુહાડી લઈ દોડી આવી જાનથી મારી નાખવાની કોશીષ કરતાં આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.