મોરવા(હ),મોરવા(હ) તાલુકાના તાજપુરી ગામે ડુંગરી ફળીયામાં રહેતા ફરિયાદીએ આરોપીઓની વિરૂદ્ધ જઈને ગામના યુવક સાથે લગ્ન કરેલ હોય જેથી ગમતુંં ન હોય આરોપીએ ફરિયાદીના ધરે આવી મંદિર અને ધર તોડી નાખવાની ધમકી આપતા હોય ફરિયાદીએ અભયમ હેલ્પલાઈનની મદદ માટે ફોન કરતાં અભયમ હેલ્પ લાઈન સાથે આરોપીઓને ધરે ગયા હતા. ત્યારે આરોપીઓએ બે-ત્રણ ઝાપટ મારી હતી અને સમાધાન થયું હતું. બાદમાં ફરી આરોપીઓ ફરિયાદીના ધરે આવી ગાળો આપી મારી નાખવાની ધમકી આપતાં મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના તાજપુરી ગામે ડુંંગરી ફળીયામાં રહેતી નિમીષાબેન બીપીનકુમાર પાંડોરએ આરોપીઓ અભેસિંહ નટવરસિંહ બારીયા અને જરમસિંહ નટવરસિંહ બારીયાની મરજી વિરૂદ્ધમાં જઈને બીપીન બળવંતસિંહ પંડોર સાથે પ્રેમ લગ્ન કરેલ હતા. જેથી આરોપીઓને ગમતુંં ન હોય જેથી બન્ને આરોપીઓ નિમીષાબેનના ધર પાસે આવી ગાળો આપી મંદિર અને ધર તોડી નાખીશું, જીવતા છોડીશું નહિ તેવી ધમકી આપતા નિમીષાબેન અભયમ હેલ્પ લાઈનને ફોન કરી મદદ માંગી હતી. અભયમની ટીમ આવતાંં તેમની સાથે આરોપીઓના ધરે ગયા હતા. ત્યારે અભયમ ટીમની હાજરીમાં ફરિયાદીને બે-ત્રણ ઝાપટ મારી હતી. અભયમ ટીમ વચ્ચે પડી સમાધાન કરાવેલ હતું. ત્યારબાદ આરોપીઓ નિમીષાબેનના ધરે આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.