
મોરવા(હ),મોરવા(હ) તાલુકાના તાજપુર ગામે આરોપી ઈસમે પોતાના ખેતરમાં લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ હોય તેવી બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસે પંંચો સાથે રાખી રેઈડ કરતાં ખેતર માંથી 39.08 કિલો લીલો ગાંંજો કિંમત 3,90,800/-રૂપીયા મુદ્દામાલ સાથે ઈસમને ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના તાજપુરી ગામે લુખાવાડીયા ફળીયામાં રહેતા ભારતસિંહ રામસિંહ બારીયા એ પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ છે. તેવી બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસે તપાસ કરતાં ખેતરમાં ઉગાડેલ લીલા ગાંજાના છોડ નંગ-59 વજન 39.08 કિ.ગ્રા. કિંમત 3,90,800/-રૂપીયાના મુદ્દામાલ કબ્જે લઈ આરોપી ભારતસિંહ બારીયા ઝડપી પાડી તેની વિરૂદ્ધ મોરવા(હ) પોલીસ મથકે એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુનો નોંંધી કાર્યવાહી કરવામાં આવી.