મોરવા(હ)સિનોડા ફળિયામાંથી 1430 રૂપિયાના ઈંગ્લીશ દારૂ ઝડપ્યો : મહિલા આરોપી ફરાર

મોરવા(હ)ના સિનોડા ફળિયામાં રહેતા ઈસમે પોતાના ધરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી 1,430/-રૂપિયાના ઈંગ્લીશ દારૂના કવાટરીયાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરવા(હ)સિનોડા ફળિયામાં રહેતા મીનાક્ષીબેન કીરીટભાઈ બારીયા પોતાના ધરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખીને વેચાણ કરે છે તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. દરમિયાન ધરમાં સંતાડી રાખેલ સિલેકટ ડિલક્ષ વ્હિસ્કિના કવાટરીયા નંગ-13 કિ.રૂ.1,430/-નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. રેઈડ દરમિયાન મહિલા આરોપી સ્થળ ઉપર નહિ મળતા આ બાબતે મોરવા(હ)પોલીસ મથકે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.