મોરવા(હ)ના સંતરોડ પાનમ નદીના ઉપર આઈ ટવેન્ટી કારના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે રોંગ સાઈડે હંકારી લાવી ક્રુઝર ગાડીને ટકકર મારી પલ્ટી ખવડાવી દેતા ગાડીમાં સવાર બાળક સહિત ત્રણ વ્યકિતને ઈજાઓ પહોંચાડી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરવા(હ)ગોધરા-દાહોદ હાઈવે રોડ ઉપર પાનમ નદી ઉપર આઈ ટવેન્ટી કાર નં.જીજે-27-સીએફ-3789ના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને રોંગ સાઈડે હંકારી લાવી ક્રુઝર ગાડી નં.જીજે-20-એન-5987ને ટકકર મારી પલ્ટી ખવડાવી દેતા ક્રુઝર ગાડીમાં સવાર વિનોદ બસંતીલાલ શર્મા(રહે.જનતા કોલોની, દાહોદ)ને ફ્રેકચર કર્યુ હતુ. જયારે 8 વર્ષિય ચિરાગ, ગોૈરવ અનીલ રાધેશ્યામ શર્માને ઓછી વત્તી ઈજાઓ પહોંચાડી ગુનો કર્યાની ફરિયાદ મોરવા(હ)પોલીસ મથકે નોંધાવવા પામી છે.