મોરવા(હ)ના સંતરોડ ઓવરબ્રીજ પાસે પરીક્ષા આપવા જતાં ભાઈ-બહેનને અજાણ્યા વાહને ટકકર મારતા ભાઈનું ધટના સ્થળે મોત

ગોધરા,ગોધરા તાલુકાના બોડીદ્રા બુઝર્ગ ગામે રહેતા ભાઈ તેમની બહેનનું ધોરણ-12ની પરીક્ષાનું છેલ્લુંં પેપર હતું. જેથી બાઈક ઉપર બહેનને પરીક્ષા આપવા માટે નિકળ્યા હતા. ત્યારે સંતરોડ ઓવરબ્રીજ તરફ જઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટમાં લેતાં બાઈક ઉપર સવાર ભાઈ-બહેન પૈકી ભાઈનું ધટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજાવા પામ્યું હતું. જ્યારે બહેનને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના બોડીદ્રા બુઝર્ગ ગામે રહેતા અજયકુમાર કમલેશભાઇ બારીયા તેમની બહેન રવિનાબેન બારીયાનું 26 માર્ચના રોજ ધોરણ-12ની પરીક્ષાનું છેલ્લું પેપર હોય જેથી અજય બારીયા ધરેથી બાઈક લઈને બહેનને બેસાડીને પરીક્ષા આપવા માટે મોરવા(હ)ના સંતરોડ ઓવરબ્રીજ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી આવતા અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટમાં લેતાંં બાઈક સવાર ભાઈ-બહેન પૈકી અજય બારીયા ઉ.વ.19ને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ધટના સ્થળે મોત નિપજાવા પામ્યું હતું. જ્યારે બહેન રવિનાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. અકસ્માત સર્જનાર અજાણ્યો વાહન ચાલક નાશી છુટીયો હતો. મોરવા(હ) પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી અને આ બાબતે પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.