મોરવા(હ)ના સાલીયા ગામેથી કતલ માટે ગોંધી રાખેલ 50 ગૌવંશોને બચાવી પરવડી પાંજરાપોળ ખાતે મોકલ્યા

મોરવા(હ),મોરવા(હ)ના સાલીયા ગામે કતલના ઈરાદે ગૌવંશોને રાખેલ છે તેવી બાતમીના આધારે પંચમહાલ જિલ્લા એલસીબી, એસઓજી, પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન 50 જેટલા ગોૈવંશોને બચાવી લેવામાં આવ્યા હતા. અને પશુઓને પરવડી પાંજરાપોળ મોકલી આપવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરવા(હ)તાલુકાના સાલીયા ગામે કતલના ઈરાદે ગોૈવંશને રાખેલ છે તેવી ચોકકસ બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષક, એલસીબી અને એસઓજીની ટીમો બનાવીને સ્થળ ઉપર રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ધરની બહાર ખુલ્લી જગ્યામાં પાણી કે ધાસચારા વગર ક્રુરતાપુર્વક બાંધી રાખેલા પશુઓ મળી આવ્યા હતા. પોલીસે 50 જેટલા પશુઓને બચાવી લઈને પરવડી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. છેલ્લા પાંચ દિવસથી પોલીસ દ્વારા 82 ક્રુરતાપુર્વક પશુઓને કતલખાને પહોંચે તે પહેલા બચાવી લેવામાં આવ્યા છે.