શહેરા, મોરવા(હ)તાલુકાના રસુલપુર ગામે કાચા મકાનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા ધરવખરી અને ધાસચારો સહિત બીને ખાખ જઈ જવા પામ્યુ હતુ. આ આગની લપેટમાં આવતા ચાર જેટલા પશુઓના મોત થયા હતા.
રસુલપુર ગામે આવેલા ઝોપલા ફળિયામાં રહેતા નવલભાઈ લક્ષ્મણભાઈ પટેલના કાચા મકાનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા આસપાસના લોકો દોડી આવી આઝ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ કાબુમાં ન આવતા સ્થાનિકો દ્વારા ફાયર ફાયટરને જાણ કરાતા ગોધરા નગરપાલિકાનુ ફાયર ફાયટર તાત્કાલિક ધટના સ્થળે આવી પહોંચ્યુ હતુ. ત્યારબાદ ફાયર ફાઈટરો દ્વારા મકાનમાં લાગેલી આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધરાતા આગ કાબુમાં આવી હતી. જોકે આગ કાબુમાં આવે તે પહેલા મકાનમાં રહેલ ધરવખરી તેમજ ધાસચારો સહિત ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ જવા પામી હત. અને આ લાગેલ આગમાં ચાર જેટલા પશુઓ પણ આગની લપેટમાં આવી જતાં ચારેય પશુઓના મોત થયા હતા. ધટનાની જાણ ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી તેમજ આ વિસ્તારના તાલુકાઅ પંચાયતના સદસ્યાને થતાં તેઓએ સ્થળ મુલાકાત લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.