મોરવા(હ)ના રજાયતા બેંક ઓફ બરોડા શાખામાં ચોર ઈસમ દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ

મોરવા(હ), મોરવા(હ) તાલુકાના રજાયતા ગામે આવેલ બેંક ઓફ બરોડાની શાખાના મેઈન દરવાજાનું તાળુંં તોડી બેંકમાં પ્રવેશ કરી સીસી ટીવી કેમેરાના વાયરો છુટા પાડી દીધા હતા અને એટીએમનો દરવાજો તોડી રોકડા રૂપીયા કાઢવાની કોશીષ કરી હતી. જ્યારે બાજુની દુકાનનું તાળુંં તોડી ચોરીનો પ્રયાસ કરી ગુનો કર્યાની ફરિયાદ મોરવા(હ) પોલીસ મથકે નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના રજાયતા ગામે આવેલ બેંક ઓફ બરોડા શાખાના મુખ્ય દરવાજાનું કોઈ અજાણ્યા ચોર ઈસમે તાળુંં તોડી બેંકમાં પ્રવેશ કર્યો હતો અને સીસી ટીવી કેમેરાના વાયરો છુટા કર્યા બાદ એટીએમનો દરવાજો તોડી નાખી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અને ચોર ઈસમે બેંકની બાજુમાં આવેલ ગોવિંદભાઇ ડીંડોરની દુકાનનં:ુ તાળું તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ મોરવા(હ) પોલીસ મથકે નોધાવા પામી છે.