લુણાવાડા,સંતરામપુર પોલીસ મથકે પંચમહાલ મોરવા(હ)ની પથનપુરા (ખુદરા)ના આરોપી સગીરાને ભગાડી જઈ યૌનશોષણ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ મહિસાગર એડી.સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો કેશ ચાલી જતાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી.
સંતરામપુર તાલુકાની સગીરાને 2019ના વર્ષમાંં મોરવા(હ)ના પથનપુરા (ખુદરા) ગામના આરોપી ગીરવતભાઇ સોમાભાઇ ખાંટ પટાવી ફોસલાવી ભગાડી લઈ ગયેલ હતો. અને યૌનશોષણ કરેલ હોય આ બાબતે સંતરામપુર પોલીસ મથકે પોકસો એકટ અને ઈ.પી.કો. કલમ મુજબ ગુનો નોંંધાયો હતો. આ કેશ મહિસાગર એડી.સેશન્સ જજની સ્પે.પોકસો કોર્ટ જજ જે.એન.વ્યાસની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ જયવીરસિંહ જે.સોલંકીની દલીલોને ગ્રાહ્ય રાખી હતી અને આરોપી ગીરવત સોમાભાઇ ખાંટને 20 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો અને ભોગ બનનનારને કાનુની સેવા સત્તા મંડળ મહિસાગરને 3 લાખનું વળતર ચુકવવા હુકમ કરવામાં આવ્યો.