ગોધરા, મોરવા(હ)તાલુકામાં આવેલી રેશનિંગની દુકાનોમાં પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા તથા પુરવઠાની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જેમાં મોરવા(હ)તાલુકાની નાટાપુર-1, નાટાપુર-2, મોજરી, વેજમા ગામની મળીને કુલ 4 સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનોની આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવતા નાટાપુર ગામની ધી સાલીયા અર્થ સેવા સહકારી મંડળી સંચાલિત એફપીએસમાં ધઉંના 19 કટ્ટાની ધટ, ચોખાના 21 કટ્ટાની ધટ મળી આવી હતી. પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાની તપાસમાં નાટાપુર-2ગામની વ્યાજબી ભાવની દુકાનમાં અનાજના 40 કટ્ટાની ધટ મળતા નાટાપુર ગામની ધી સાલિયા અર્થ સેવા સહકારી મંડળી સંચાલિત વ્યાજબી ભાવના પરવાનેદાર સામે ધટ પડેલ જથ્થા અંતર્ગત નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી હતી.