મોરવા(હ)તાલુકાના નાગલોદ ગામે તળાવ પાસે રોડ ઉપર મોરવા પોલીસ મથકના ફરિયાદી એએસઆઈ તથા સાહેદો તળાવ ભરાઈ જતાં રોડ ઉપર પાણી આવી ગયેલ હોય જેથી કોઈ જાનહાનિ ન થાય તે માટે પાણીના નિકાલની વ્યવસ્થા કરતા હોય ત્યારે આરોપીએ આવી ગાળો આપી હુમલો કરી રાજયસેવકોની કામગીરીમાં રૂકાવટ કરતા આ બાબતે મોરવા(હ)પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરવા(હ)તાલુકાના નાગલોદ ગામે તળાવ ભરાઈ જતાં તળાવનુ પાણી રોડ ઉપર આવી ગયેલ હોય જેને લઈ મોરવા(હ)પોલીસ મથકના એએસઆઈ સુરેન્દ્રકુમાર અને અન્ય લોકો તકેદારીના ભાગરૂપે કોઈ જાનહાનિ ન થાય તે માટે તળાવના પાણીનો નિકાલ થાય તે માટે વ્યવસ્થા કરતા હતા ત્યારે આરોપી ભુળાભાઈ વિરાભાઈ વણકર ગાળો બોલતા આવી ગયા હતા. અને ગાળો બોલવાની ના પાડતા હું પોલીસ ખાતામાંથી નિવૃત્ત થયેલો છુ મને કાયદાની ખબર છે તેમ જણાવી ફરિયાદી તથા અન્ય લોકો ગાળો આપી હુમલો કરી ખેંચતાણ કરી રાજય સેવકોની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરતા આ બાબતે મોરવા(હ)પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.