મોરવા(હ), મોરવા(હ) તાલુકાના મોરા ગામે બંધ મકાનને ચોર ઈસમોએ નિશાન બનાવી ધરનું તાળું તોડી ધર માંથી 1,20,000/-રૂપીયા રોકડની ચોરી કરી જતાં ફરિયાદ નોંધાવા પામી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના મોરા ગામે રહેતા આમીર હાજી મજીદ જાડીના બંંધ ધરને ચોર ઈસમોએ નિશાન બનાવ્યું હતુંં અને ધરમાં તિજોરીમાં રાખેલ 1,20,000/-રૂપીયા રોકડની ચોરી કરી જતાં આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.