
મોરવા(હ), મોરવા(હ) તાલુકાના મોરા ગામ પાસે મણીપુરમાં આદિવાસી મહિલાઓ સાથે દુષ્કર્મ આચરવાના મુદ્દે આદિવાસી સમાજના બંધના એલાન પગલે વેપારીઓ દ્વારા દુકાનો બંધ રખાઈ હતી.
મણીપુર રાજ્યમાં આદિવાસી મહિલાઓ સાથે દુષ્કર્મ આચરવાના મુદ્દે આદિવાસી સમાજ દ્વારા ગુજરાત બંધનું એલાન જાહેર કરાયું હતું. આદિવાસી સમાજના બંધના એલાનના પગલે મોરવા(હ) તાલુકાના મોરા ગામના વેપારીઓ દ્વારા સર્મથન કરાયું હતું અને વહેલી સવારના વેપારીઓ દ્વારા સ્વયં ભૂ દુકાનો બંંધ રાખવામાં આવી હ તી. મોરા બંધના એલાનને લઈ સ્થાનિક પોલીસ દ્વારા સધન પેટ્રોલીંગ કરાયું હતું.