મોરવા(હ) જીલ્લા પૂરવઠા અધિકારી અને નાયબ કલેકટર પંચમહાલ ગોધરા તથા મામલતદાર મોરવા (હડફ)ના સયુંકત ઉપક્રમે પંચમહાલના મોરવા હડફ તાલુકાના મોરા ગામની જે.આર.દેસાઈ કેમ્પસમાં e-KYC અંગે એક સેમિનાર(કેમ્પ)નું આયોજન કરવામાં આવેલ. જે કેમ્પમાં રેશનકાર્ડમાં e-KYC કરવા અંગે કેમ્પમાં જે.આ. દેસાઈ સ્કૂલ કમ્પાઉન્ડ આવેલ નર્સિંગ કોલેજના 310 વિદ્યાર્થી, ITI ના 165 વિદ્યાર્થી તેમજ ધોરણ 11 તથા 12ના 145 વિધાર્થી આમ કુલ મળી કુલ મળી 620 વિદ્યાર્થી કેમ્પમાં ભાગ લીધેલ જેમાં 1.વિદ્યાર્થીઓને e-KYC કરવા અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી. તેમજ પ્રોજેકટ દ્વારા e-KYC કઈ રીતે કરવું તેનો વીડિયો બતાવવામાં આવ્યો. તેમજ વધુમાં વધુ રેશનકાર્ડ ધારકો e-KYC કરવા સમજુત કરવા તેમજ એક વિદ્યાર્થીએ ઓછામાં ઓછો 30 થી 40 e-KYC કરવાની બાંહેધરી આપવામાં આવી.
2.રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થા કરતાં ઓછુ અનાજ આપતાં હોય તેમજ રાહતદરે મળવા પાત્ર ખાંડ, ચણા, તુવેર દાળના વધુ રૂપિયા લેતા હોય તે અંગેના જીલ્લા પૂરવઠા અધિકારશ્રીને રજૂઆત કરવા સમજૂત કર્યા.3 કોઈ ખાનગી વેપાર દ્વારા ઓછું તોલીને આપતાં હોય તેમજ વધુ કિંમત વસૂલતા હોય હોય તો તે અંગે ગ્રાહકો રજૂઆત કરવા સમજૂત કર્યા. 5. ચોખાના ફોર્ટિફાઇડ દાણા રેશનકાર્ડ ધારકો પ્લાસ્ટિકના ચોખા સમજી ફેંકી હતા, તે અંગે ફોર્ટિફાઇડ ચોખાના દાણો શરીર માટે કેટલો ઉપયોગી છે.અને ઉપયોગ વિશે વિદ્યાર્થીઓને સમજૂતી આપી. 6. ઉજ્વલા યોજના અંતર્ગત મળેલ ગેસ કનેકશન માં વર્ષમાં બે ગેસ સિલિન્ડર ફ્રી માં રીફિલિગ થાય છે તે બાબતે વિદ્યાર્થી ઓને સમજાવ્યા.
7. મીઠા અંગે ડબલ ફોર્ટિફાઇડ મીઠું કઈ રીતે વાપરવું અને તે શરીર માટે કંઈ રીતે ઉપયોગી થાય છે, તે અંગે જાગૃતી લાવવા સમજૂત કર્યાં. વધુમાં 1.ભાઠા મુખ્ય પ્રાથમિક શાળા 2. મેત્રાલ મુખ્ય પ્રાથમિક શાળા 3. તાડ ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ના મઘ્યાહન ભોજન યોજનાના કેન્દ્રની આકસ્મિક તપાસની કરવામાં આવી. જેમાં બાળકોએ મેનુ મુજબનું ભોજન આપવામાં આવેછે કેમ ? તેમજ બપોરની નાસ્તો મળે છે કે કેમ ? તે અંગે બાળકોને પૂછવામાં આવ્યું.