મોરવા(હ)ના મોજરી ગામે ગામના યુવાન સાથે ફુલહાર લગ્ન કરતાં યુવતિના કુટુંબીજનો દ્વારા ધર ઉપર હુમલો કરી ખેંચી જઈ મારમારતાં ફરિયાદ

મોરવા(હ),મોરવા(હ) તાલુકાના મોજરી ગામની ફરિયાદીએ ગામના યુવાન સાથે ફુલહાર લગ્ન કરેલ હોય જેનાથી કુટુંબના સભ્યો નારાજ થઈ આરોપીઓએ કાવતરૂ રચી ફરિયાદીના ધરે જઈ મહિલાના વાળ પકડી ખેંચી ટ્રેકટરમાં બેસાડી તેના પિતાના ધરે લઈ જઈ ગોંધી રાખી મારી નાખવાની ધમકી આપતાં આરોપી વિરૂદ્ધ મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના મોજરી ગામની વિમળાબેન સુરસીંગભાઈ બારીયાએ ગામમાં રહેતા પ્રદિપભાઈ સોનાભાઈ બારીયા સાથે ફુલહાર થી લગ્ન કરેલ હોય જેને લઈ વિમળાબેનના કુટુંબના સભ્ય નારાજ થયેલ હોય જેથી આરોપીઓએ એક સંપ થઈ કાવતરૂ રચી ટ્રેકટરમાં બેસીને વિમળાબેન અને પ્રદિપભાઈ બારીયાના ધરે જઈને ધરને ધેરી લીધું હતું. આરોપીઓ ધરમાં પ્રવેશ કરી વિમળાબેનના વાળ પકડી ધસડી લઈ જઈ વિમળાબેનની આબરૂ કાઢવાના ઈરાદે બળજબરીથી ટ્રેકટરમાં બેસાડી બન્નેને મારી નાખવાની ધમકી આપી વિમળાબેનને તેના પિતાના ધર નજીક લઈ જઈ ગોંધી રાખી આરોપી સંગીતાબેન કિરીટભાઈ બારીયા, રેખાબેન રમેશભાઈ બારીયા, રમતીબેન મહિલાભાઈ બારીયાએ જાનથી મારી નાખવાની ધમકી આપી ગડદાપાટુનો મારમારતાં આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે વિમળાબેન બારીયાએ 28 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.