મોરવા(હ)ના માતરીયા વાડી ગામે 63 વર્ષિય વ્યકિતનુ ચેકડેમમાં ડુબી જતાં મોત

મોરવા(હ)તાલુકાના માતરીયા વાડી ગામે ચેકડેમમાં 63 વર્ષિય વ્યકિત ડુબી ગયેલ હોય જેને બહાર કાઢી 108 મારફતે સારવાર માટે સીએચસી મોરવા(હ)લઈ જવાતા હાજર તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરવા(હ)તાલુકાના માતરીયા વાડી ગામે રહેતા રમણભાઈ છગનભાઈ પટેલ(ઉ.વ.63)કોઈ કારણોસર ચેકડેમમાં પાણીમાં ડુબી ગયેલ હોય તેઓને બહાર કાઢી 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મોરવા(હ)સીચેચસીના તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બાબતે મોરવા(હ)પોલીસ મથકે અકસ્માત મોત અન્વયે ગુનો નોંધાવવા પામ્યો છે.