મોરવા(હ)ના માતરીયા પ્રા.શાળામાં પુરવઠા અધિકારીના ચેકીંગ દરમિયાન નિયમ મુજબ સુખડી ન આપનાર સંચાલકો સામે કાર્યવાહી.

મોરવા(હ) તાલુકાના માતરીયા પ્રા.શાળામાં પુરવઠા અધિકારી એચ. ટી.મકવાણા જીલ્લા પુરવઠા અધિકારી પી.એમ.પોષણ યોજના અને નાયબ કલેકટર પંચમહાલ ગોધરા તથા તેઓની જીલ્લાની ટીમ દ્વારા મોરવા (હડફ) તાલુકાના મ.ભો.યોજના કેન્દ્રો (1) માતરીયા વેજમા પ્રાથમિક શાળામાં સુખડીમાં લાભાર્થી બાળકોની સંખ્યા પ્રમાણે 12.100 કિ.ગ્રા. બનાવવા પાત્ર હતી, પરંતુ બનાવેલ સુખડીનું વજન કરતાં 6.000 કિ.ગ્રા. હતું. આમ, 6.100 કિ.ગ્રા. સુખડી ઓછી બનાવેલ હતી (2) વેડ ફળીયા પ્રાથમિક શાળા માતરીયા (વેજમા)માં સુખડીમાં લાભાર્થી બાળકોની સંખ્યા પ્રમાણે 8.840 કિ.ગ્રા. બનાવવા પાત્ર હતી, પરંતુ બનાવેલ સુખડીનું વજન કરતાં 6.000 કિ.ગ્રા. હતું.

આમ, 2.840 કિ.ગ્રા. સુખડી ઓછી બનાવેલ હતી. (3) વાઢી ફળીયા વર્ગ માતરીયા (વેજમા)માં સુખડીમાં લાભાર્થી બાળકોની સંખ્યા પ્રમાણે 4.655 કિ.ગ્રા. બનાવવા પાત્ર હતી પરંતુ બનાવેલ સુખડીનું વજન કરતાં 2.500 કિ.ગ્રા. હતું. આમ, 2.155 કિ.ગ્રા. સુખડી ઓછી બનાવેલ હતી. (4) મુખ્ય પ્રાથમિક શાળા ડાંગરીયા. આમ, આકસ્મિક મુલાકાત દરમ્યાન ઉપરોક્ત ક્ષતિઓ જોવા મળેલ હતી. મધ્યાહન ભોજન કેન્દ્રોની તપાસણી દરમ્યાન શાળાના બાળકોને જમવાનું તથા નાસ્તો મેનુ મુજબ મળે છે કે કેમ ? તે અંગે વર્ગ ખંડમાં જઈ પૂછપરછ કરી ખાતરી કરવામાં આવી. તેમજ નિયમ મુજબ સુખડી ન આપનાર સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.